બિન-સરકારી સંગઠનોની(NGOs) ભૂમિકા

મધ્યાહ્ન ભોજન યોજનાના અમલીકરણ અને વિસ્તરણમાં NGOs નોંધપાત્ર ભૂમિકા ભજવે છે. રાજ્ય સરકારની સંસ્થાઓ, તેઓ બાળકોની જે સંખ્યા સુધી પહોંચી શકે છે તેને વધારવા માટે મધ્યાહ્ન ભોજન કાર્યક્રમને અમલીકૃત કરવા માટે Akshaya Patra ફાઉન્ડેશન જેવી NGOs સાથે જોડાણ સાધે છે. આમ, ઘણી NGOs  ભૂખ અને કુપોષણને નાથવાની દિશામાં કામ કરે છે.  

આ ખાનગી-જાહેર ભાગીદારી  (PPP) કાર્યક્રમની પહોંચ અને ગુણવત્તાને સુધારવામાં સહાયક સાબિત થઈ છે. નફા-માટે-નહીં પ્રકારના સંગઠનોની સાથે ભાગીદારી કરવા માટે પસંદગી કરતી વખતે ઘણાં એવા પાસા છે જેને સરકાર દ્વારા ધ્યાન પર લેવામાં આવે છે. આવા સંગઠનો પારદર્શક અને ‘સાબિત થયેલી અખંડિતતા ધરાવતા’ હોય તે જરૂરી છે. નીચે બિન-સરકારી સંગઠનની પસંદગી માટેના NP-NSPE 2004 માપદંડો આપવામાં આવ્યાં છે:

role-of-ngos-gujaratiઅનાજના અનુદાનથી રાંધેલા ભોજન સુધી

એકવાર પસંદગી થઈ ગયા પછી, બિન-સરકારી સંગઠન રસોડું સ્થાપે છે, ભોજન તૈયાર કરવાની રોજિંદી કામગીરી હાથ ધરે છે અને તેને ચલાવવાના ખર્ચને જાળવી રાખે છે. NP-NSPE, 2004 ની માર્ગદર્શિકાઓ મુજબ, 

' ‘શહેરી વિસ્તારોમાં કે જ્યાં શાળાઓના ક્લસ્ટર માટે કેન્દ્રીકૃત રસોડું સ્થાપવું શક્ય છે, તેવાં સ્થળો પર જ્યાં ઉચિત જણાય ત્યાં, રસોઈને કેન્દ્રીકૃત રસોડામાં શરૂ કરવી જોઇએ અને રાંધેલો ગરમ ખોરાક ત્યારબાદ સ્વચ્છ પરિસ્થિતિમાં વિશ્વાસપાત્ર

પરિવહન પ્રણાલી દ્વારા વિવિધ શાળાઓમાં મોકલી શકાય. ત્યાં તેઓ જે ક્લસ્ટરને સેવા આપી રહ્યાં હોય તેમની સંખ્યાના આધારે, શહેરી વિસ્તારમાં એક અથવા વધુ આ પ્રકારના મધ્યસ્થ રસોડા(ઓ) હોય શકે.’  

કાર્યક્રમના અસરકારક અમલીકરણ માટે, તેથી, બિન-સરકારી સંગઠને કાર્યક્રમના સહાયક પરિબળોનું સંચાલન કરવા માટે સુસજ્જ રહેવું જરૂરી છે. એક બિન-નફાકારક પાસે ‘જરૂરી માપક્રમ પ્રમાણે મધ્યાહ્ન ભોજનની આપૂર્તિની નાણાકીય અને સહાયક ક્ષમતા’ હોવી જરૂરી છે.

આ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય તેના માટે સરકાર ઉકેલ આપે છે. માનવ સંસાધન વિકાસ વિભાગ જણાવે છે:

  બિન-સરકારી સંગઠનના સહયોગથી લાયકાત ધરાવતી શાળાઓમાં રાંધેલું ભોજન અથવા તો રાંધવા માટે તૈયાર ભોજનની વિવિધતા માટે કાર્યક્રમના અમલીકરણમાં રાહ્ય સરકાર સંપૂર્ણપણે જવાબદારી ધરાવશે. આ હદ સુધી રાજ્ય સરકાર કે લાગુ પડતું બિન-સરકારી સંગઠન, અનાજને રાંધેલા ખોરાકમાં બદલવા માટે સંસાધનોને કામે લગાડશે.      

                                      - પરિશિષ્ટ IX ફકરો 7માં, માર્ગદર્શિકાઓin

આ ઉકેલથી જેઓ સમગ્ર દેશમાં રસોડાં ધરાવે છે, એવાં Akshaya Patra જેવા સંગઠનોને, તેમના મહાકાય આંતરમાળખાના સુયોજન પાછળ અને સરકારની માર્ગદર્શિકાઓની રેખામાં યોજનાને હાથ ધરવા માટે, આશરે રૂ. 80 મિલિયનનો (8 કરોડ) ખર્ચ થાય છે. તે બિન-સરકારી સંગઠનોને કાર્યક્રમના અમલીકરણ વખતે થયેલી ખાધ માટે ભંડોળ ઊભું કરવાના માધ્યમ આપે છે.

2008-2009 કાર્યક્રમ મંજૂરી બોર્ડની બેઠકની કાર્યપ્રક્રિયા દર્શાવે છે,” રસોઇયાના માનદવેતન, વાસણો અને રસોડાના બાંધકામ, પરિવહન જેવાં અન્ય ખર્ચાઓ બિન-સરકારી સંગઠન દ્વારા ઉઠાવવાના રહેશે.”

સરકારે દાન ઊભું કરી શકાય તે માટેની જોગવાઈ પણ કરી છે. ઉદાહરણ તરીકે, 2003માં, ભારતના પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિના વડપણ હેઠળની એક સમિતિસમિતિ (સામાજિક અને આર્થિક કલ્યાણના પ્રોત્સાહન માટેની રાષ્ટ્રીય સમિતિસમિતિ, મહેસૂલ વિભાગ, નાણાં મંત્રાલય, ભારત સરકાર) એ એક લાયકાત ધરાવતી પરિયોજના તરીકે Akshaya Patraની ભલામણ કરી હતી કે જે દાનકર્તાને 3 વર્ષ સુધી 100% કર રાહત સાથે રૂ. 220 મિલિયનનું (22 કરોડ) દાન મેળવી શકે છે.

વર્ષ 2006માં, સમિતિસમિતિએ Akshaya Patraના કાર્યક્રમની ફરી એક વખત સમીક્ષા કરી હતી અને કરરહિત દાન માટેની આ રકમને વધારીને રૂ. 1,000 મિલિયન (100 કરોડ) કરી આપી હતી. વર્ષ 2009માં અન્ય એક સમીક્ષામાં આ સંખ્યાને વધારીને 3 વર્ષ માટે રૂ. 2,000 મિલિયન (200 કરોડ) કરવામાં આવી હતી.

સંગઠનોના ટ્રસ્ટ ખતપત્રકો, જેના માટે

સરકાર અજાણ છે, તેમને ભંડોળ ઊભા કરવાની પરવાનગી આપે છે. Akshaya Patraના ટ્રસ્ટ ખતપત્રકો નીચેની બાબત દર્શાવે છે:

8.xi વ્યક્તિઓ પાસેથી બક્ષિસો, દાન અથવા ફાળો સ્વીકારવા માટે, વિશ્વભરના કૉર્પોરેટ અને બિન-નફાકારક સંગઠનો જ્યાં સુધી તેઓ ટ્રસ્ટના ઉદ્દેશ્યોથી અસંગત ન હોય

 

બિન-સરકારી સંગઠનોને પ્રોત્સાહિત કરવા માટે સરકારના નિર્ણયની દ્વિમુખી વ્યૂહરચના છે. આમ કરીને, તે માત્ર કાર્યક્રમની ગુણવત્તા જ નથી સુધારતી, પરંતુ સનુદાયની સામેલગીરીને પણ પ્રોત્સાહન પુરું પાડે છે. NP-NSPE માર્ગદર્શિકાઓ, 2004 મુજબ ‘ગતિશીલ સામુદાયિક સામેલગીરીને સુનિશ્ચિત કરવા માટે પ્રક્રિયાઓને પણ સુયોજિત કરવી જોઇએ જેથી મધ્યાહ્ન ભોજન કાર્યક્રમ એ લોકોનો કાર્યક્રમ બને.’

બિન-સરકારી સંગઠનો સામુદયિક સામેલગીરીને સક્રિય સ્વૈચ્છા અને ભંડોળ ઊભું કરીને પ્રોત્સાહિત કરે છે. તેઓ સમાજના તમામ સ્તરોને સામેલ કરે છે અને મધ્યાહ્ન ભોજન યોજનાને ‘લોકોનો કાર્યક્રમ’ બનાવવામાં સરકારને મદદ કરે છે.

તેને પારદર્શક બનાવી રાખવું

સમિતિ (NSMC) કાર્યક્રમના વ્યવસ્થાપન અને દેખરેખને જુએ છે. NP-NSPE, 2004માં દર્શાવાયું છે તેમ, સમિતિની ફરજોમાં સામેલ છે: 

  • સામુદાયિક સહયોગનું અભિપ્રેરણ કરવું અને કાર્યક્રમ માટે જાહેર-ખાનગી ભાગીદારીને પ્રોત્સાહિત કરવી’
  • કાર્યક્રમના અમલીકરણની દેખરેખ રાખવી, તેની અસરોનું મૂલ્યાંકન કરવું, અને સુધારાત્મક પગલાં લેવા’

લાયકાત માટેની શરતોમાંથી એક એ છે કે ‘સંગઠન કે સંસ્થાની બાબતોને સંભાળતી વ્યક્તિઓ એ સાબિત થયેલી અખંડિતતાના વ્યક્તિઓ છે’ (સામાજીક અને આર્થિક કલ્યાણના પ્રોત્સાહન માટેની રાષ્ટ્રીય સમિતિ, મહેસૂલ વિભાગ, નાણાં મંત્રાલય, ભારત સરકાર). અન્ય એ કે ‘સંગઠન અથવા સંસ્થા નિયમિતપણે તેની પ્રાપ્તિઓ અને ખર્ચના હિસાબોની જાળવણી કરે છે’. સ્વૈચ્છિક સંસ્થા દ્વારા નિયમિતપણે અહેવાલો આપવા જરૂરી છે.

પરિણામો

મધ્યાહ્ન ભોજન યોજનાના અમલીકરણમાં સંખ્યાબંધ ખાનગી સંસ્થાઓની સામેલગીરી દેખીતી રીતે જ વધુ સારાં કાર્યદેખાવમાં પરિણમી છે.

  • અત્યારસુધીમાં લગભગ 120 મિલિયનની (12 કરોડ) આસપાસ બાળકોને આ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યાં છે, જેણે આ શાળામાં બપોરના ભોજનના કાર્યક્રમને વિશ્વમાં સૌથી મોટો બનાવ્યો છે. સરકારના બહુવિધ પાસાઓના અભિગમે તેથી જબરદસ્ત પરિણામો દર્શાવ્યાં છે. 
  • સંગઠનો જેવા કે Akshaya Patraના તેના અમલીકરણ માટેની પહોંચ અને શક્ય તેટલાં તેમને સ્વાયત્ત રાખવાની જોગવાઈઓ જેવાં અનન્ય સંસાધનોના ઉચ્ચાલન દ્વારા, સરકારે સફળતાપૂર્વક સમગ્ર સમાજને આપણાં દેશના બાળકોની મદદ માટે સામેલ કરી દીધાં છે. ફાઉન્ડેશન ભંડોળ ઊભું કરવા અને સ્વૈચ્છિકપણે જોડાવા માટે સામુદાયિક સહભાગિતાને પ્રોત્સાહન આપે છે.
  • ખાનગી-જાહેર ભાગીદારીને પ્રોત્સાહન મળવાથી કાર્યક્રમની સફળતા માટે મહત્વપૂર્ણ કામગીરી કરી છે. આ સંગઠનની મદદતી, સરકાર મહાકાય ગુણોત્તરમાં યોજનાનું સંચાલન કરી શકી છે.
  • આ યોજનાએ બાળકોને ઘણી રીતે પ્રભાવિત કર્યા છે. હાજરી વધી છે, વર્ગખંડમાં ભૂખ ઘટી છે, કુપોષણ ઘટ્યું છે અને બધી જ જ્ઞાતિઓના બાળકોમાં સામાજીકીકરણ પ્રત્યે સુધારો જોવા મળ્યો છે.
  • વૈશ્વિક માપ પર, ભારત સરકારે સહસ્ત્રાબ્દિ વિકાસ લક્ષ્યોને પહોંચી વળવા ખૂબ મહેનત કરી છે.

The Best Way to Make a Difference in the Lives of Others