અમે માનીએ છીએ કે આંતરિક નિયંત્રણ એ સુશાસનની ચાવી છે અને માટે પારદર્શિતાના ઉચ્ચત્તમ માપદંડને સંતોષવાનું સુનિશ્ચિત કરવા કડક પગલાં અપનાવીએ છીએ.
આંતરિક નિયંત્રણોની અસરકારકતા સુનિશ્ચિત કરવા માટે સંસ્થાએ પ્રતિષ્ઠિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કંપનીઓની બ્રાન્ચ ઓડિટર્સ તરીકે નિમણૂક કરી છે. બ્રાન્ચ ઓડિટર્સ તેમની સંબંધિત શાખાઓના ઓડિટ કરેલા અહેવાલો નિયમિત સમયાંતરે મેનેજમેન્ટને સુપરત કરે છે. ત્યારબાદ આ અહેવાલોની સંસ્થાના ઓડિટ વિભાગ મારફતે ઓડિટ સમિતિ દ્વારા સમીક્ષા કરાય છે.
ઓડિટ સમિતિ એ અસરકારક આંતરિક નિયંત્રણનું વાતાવરણ ઊભું કરવા માટેની બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની પેટાસમિતિ છે. ઓડિટ સમિતિના માળખામાં નીચેના ટ્રસ્ટીઓ સામેલ છેઃ
વી. બાલાક્રિષ્ણન – ચેરમેન
રામદાસ કામથ – સભ્ય
રાજ કોન્ડુર – સભ્ય