અન્ય પહેલો

શાળાઓ તરફથી મળેલા જબરદસ્ત પ્રતિસાદ; ભારત સરકાર અને રાજ્ય સરકારો સાથે મધ્યાહ્ન ભોજન યોજના હેઠળ ભાગીદારી અને અમારા પરોપકારી દાતાઓ પાસેથી મળી રહેલા યથોચિત સહકારથી એક જ સ્થળ પરથી 1,500 બાળકો સુધીની અમારી પહોંચને ભારતના નવ રાજ્યોના 33 સ્થળો પરથી 1.6 મિલિયન બાળકો સુધી વધારવામાં અમને મદદ મળી છે. 13 વર્ષના સમયગાળામાં પાંચ સરકારી શાળાઓથી શરૂ કરીને આજે આ સંસ્થા 13,839 સરકારી શાળાઓના બાળકોને ભોજન પુરું પાડી શકે છે, તેટલી વિકસિત થઈ છે.

નિયમિત મધ્યાહ્ન ભોજન કાર્યક્રમ સિવાય, Akshaya Patra ભોજન પુરું પાડતી અન્ય પહેલો પણ શરું કરી છે:

  • આંગણવાડી ભોજન

  • ગર્ભવતી અને સ્તનપાન કરાવતી માતાઓને ભોજન

  • વિશિષ્ટ શાળાઓમાં ભોજન પુરું પાડવાનો કાર્યક્રમ

  • આર્થિક રીતે પછાત લોકો માટે સબસિડીયુક્ત (ઓછાં દરે) ભોજન

  • ઘરથી દૂર રહેતાં ભાગેડું બાળકોને જમાડવા

  • વૃદ્ધાશ્રમોમાં ભોજનના કાર્યક્રમ

  • બેઘર લોકોને જમાડવા

  • આપત્તિ સમયની રાહત

ઉપરોક્ત પહેલો સિવાય, સંગઠન અન્ય સામાજિક પહેલો માટે પણ કામ કરે છે જેમકે:

  • વર્ગ પછીના ટ્યુશન્સ

  • જીવન-કૌશલ્યો માટેના કાર્યક્રમો

  • સામુદાયિક સ્વાસ્થ્ય શિબિરો

  • શિષ્યવૃત્તિ કાર્યક્રમો

  • સ્વાસ્થ્ય તપાસણી શિબિરો

વર્ષ 2020 સુધીમાં 5 લાખ બાળકો સુધી પહોંચવાની તેની ઝુંબેશને વાસ્તવિક સ્વરૂપ આપવા માટે Akshaya Patra કટિબદ્ધ છે. આ લક્ષ્ય હાંસલ કરીને અમે અમારા દૃષ્ટિકોણ કે “ભારતમાં એકપણ બાળક ભૂખના કારણે શિક્ષણથી વંચિત ન રહેવો જોઇએ” ને હાંસલ કરવાની નજીક પહોંચીશું. અમને ચોક્ક્સ ખાતરી છે કે અમારા હિસ્સેદારોના નિરંતર સહયોગથી, અમે ભારતમાં વર્ગખંડોની ભૂખને ખતમ કરવામાં નોંધપાત્ર ભૂમિકા નિભાવી શકીશું.  

The Best Way to Make a Difference in the Lives of Others