Akshaya Patra ફાઉન્ડેશનનું દૃષ્ટિ નિવેદન ભોજન અને શિક્ષણ વચ્ચેના જોડાણનું સ્પષ્ટપણે ચિત્રણ કરે છે. પોતાના દૃષ્ટિકોણ માટેના પ્રથમ પગલા તરીકે ફાઉન્ડેશન દ્વારા વર્ષ 2000માં શાળાઓને મધ્યાહ્ન ભોજન આપવાની શરૂઆત કરવામાં આવી. બાદમાં, વર્ષ 2003માં ભારત સરકાર દ્વારા જ્યારે મધ્યાહ્ન ભોજન કાર્યક્ર્મને કેન્દ્રિય રીતે ફરજિયાત બનાવાયો ત્યારે, Akshaya Patra દ્વારા સરકારી શાળાઓમાં રાંધેલું અનાજ પુરું પાડવા માટે સરકાર સાથે ભાગીદારી કરી. વર્ગખંડની ભૂખની સમસ્યાને હલ કરવા માટે સરકાર સાથે સંગઠિત થઈ કાર્ય કરવું એ સંસ્થા માટે આવકારદાયક પ્રગતિ હતી.
મધ્યાહ્ન ભોજન કાર્યક્ર્મના અમલીકરણ માટે Akshaya Patra સાથેની આ જાહેર-ખાનગી ભાગીદારી (Public-Private Partnership) કેન્દ્રિય મધ્યાહ્ન ભોજન યોજનાના નીચેના છ ઉદ્દેશ્યોને પૂરા પાડવામાં સફળ રહી:
વર્ગખંડમાંથી ભૂખને દૂર કરવી
શાળામાં નોંધણીમાં વૃદ્ધિ કરવી
શાળામાં હાજરી વધારવી
જાતિઓની વચ્ચે સામાજિકીકરણને સુધારવું
કૂપોષણ દૂર કરવાના પ્રયત્નો, અને
મહિલા સશક્તિકરણ
મધ્યાહ્ન ભોજન કાર્યક્રમના છ ઉદ્દેશ્યોને પહોંચી વળવામાં ફાઉન્ડેશન કઈ હદ સુધી સક્ષમ છે તેના મૂલ્યાંકન માટે, વિવિધ સંગઠનો દ્વારા અસર અંગેના અભ્યાસ હાથ ધરવામાં આવ્યાં. અસર અંગેના જે અભ્યાસ હાથ ધરવામાં આવ્યાં તે નીચે મુજબ છે:
સરકારી અભ્યાસો
- રાજસ્થાનમાં મધ્યાહ્ન ભોજન કાર્યક્રમનું પારિસ્થિતિક વિશ્લેષણ
- કર્ણાટકની અક્ષરાદસોહા યોજના પર અહેવાલ