પારદર્શિતા એ ભરોસો અને વિશ્વસનિયતાની ચાવી છે. Akshaya Patra ફાઉન્ડેશન તેની તમામ પ્રવૃત્તિઓમાં સંપૂર્ણ પારદર્શિતામાં માને છે. આ સિદ્ધાંતને સાર્થક કરવા અમે ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ રિપોર્ટિંગ સ્ટાન્ડર્ડ્સ (IFRS)નું પાલન કરીએ છીએ. વર્ષ 2008-09માં અપનાવેલા IFRS રિપોર્ટિંગે સંસ્થાના હિતધારકોમાં વિશ્વાસ પ્રસ્થાપિત કરાવવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.
અમે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI)એ જારી કરેલા ઇન્ડિયન એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સનું પણ પાલન કરીએ છીએ. સંસ્થા પ્રેઝન્ટેશન્સની ગુણવત્તા સુધારવા માટે હિસાબ અને અને નાણાકીય રિપોર્ટિંગના નવા માપદંડો અપનાવવા હંમેશા અગ્રેસર છે. દરેક નાણાકીય વર્ષના અંતે સંસ્થા નાણાકીય ઓડિટ્સ અને સરવૈયા સાથે તેનો વાર્ષિક અહેવાલ પ્રસિદ્ધ કરે છે તેમજ તેના તમામ હિતધારકોને ઉપલબ્ધ કરાવે છે.
પારદર્શિતા પર સતત અને એકધારું ધ્યાન આપવાથી સંસ્થા નીચે મુજબના કેટલાક પ્રતિષ્ઠિત ઈલ્કાબો અને સન્માન મેળવી શકી છે.
સળંગ પાંચ વર્ષ સુધી “એક્સલન્સ ઇન ફાઇનાન્સિયલ રિપોર્ટિંગ” માટે ICAI ગોલ્ડ શિલ્ડ એવોર્ડ, જેના પગલે સંસ્થાએ ICAI હોલ ઓફ ફેમમાં સ્થાન પ્રાપ્ત કર્યું
સાઉથ એશિયન ફેડરેશન ઓફ એકાઉન્ટન્ટસ (SAFA) ગોલ્ડ એવોર્ડ 2011-12
ત્રણ વર્ષ સુધી NGO કેટેગરીમાં આઉટસ્ટેન્ડિંગ એન્યુઅલ રિપોર્ટિંગ માટે CSO પાર્ટનર્સ એવોર્ડ
લીગ ઓફ અમેરિકન કમ્યુનિકેશન્સ પ્રોફેશનલ્સ (LACP) વિઝન એવોર્ડમાં સતત બે વર્ષ સુધી ગોલ્ડ એવોર્ડ
વહીવટની ફિલસૂફી અને પારદર્શિતાના સિદ્ધાંતનું પાલન કરતા સંસ્થાએ નાણાકીય વર્ષ 2013-14 માટે તેનો વાર્ષિક અહેવાલ પ્રસિદ્ધ કર્યો છે. કૃપા કરીને વાર્ષિક અહેવાલ 2013-2014નું ઓનલાઇન વર્ઝન જૂઓ.