કેન્દ્રીકૃત રસોડાઃ

Akshaya Patra કેન્દ્રીકૃત રસોડા મોટા પાયે ભોજનની, લાક્ષણિક રીતે દરરોજ 1,00,000 મધ્યાહ્ન ભોજન બનાવવાની ક્ષમતા ધરાવે છે. ભોજનની સલામત કામગીરી, તૈયારી અને વિતરણ સુનિશ્ચિત કરવા માટે પ્રત્યેક રસોડું ફૂડ સેફ્ટી મેનેજમેન્ટ સિસ્ટમ્સ ધરાવે છે.

Akshaya Patra ભારે યાંત્રિકીકૃત એકમોનો ઉપયોગ કરીને ભોજન સાથે માનવનો સીધો સંપર્ક ઘટાડીને આરોગ્યપ્રદના સર્વોચ્ચ સ્તર હાંસલ કરી શક્યું છે. રાંધ્યા બાદ ભોજનને સ્ટેનલેસ સ્ટીલના ડબ્બાઓમાં પેક કરવામાં આવે છે અને લાભાર્થી શાળાઓમાં પહોંચાડવા માટે કન્વેયર બેલ્ટ મારફતે વિશિષ્ટ પ્રકારના ભોજન વિતરણ વાહનોમાં ચડાવવામાં આવે છે.

Share this post

Note : "This site is best viewed in IE 9 and above, Firefox and Chrome"

`