Akshaya Patra કિચન ઇન્ફ્રાસ્ટ્રક્ચર

Akshaya Patra ફાઉન્ડેશન ભારતના 9 રાજ્યોમાં 20 સ્થળો પર કાર્યરત છે.

કેન્દ્રવર્તી રસોડાઓ એવાં મોટા રસોડાના એકમો છે જે 1,00,000 જેટલી ડીશ રસોઈ બનાવવાની ક્ષમત ધરાવે છે. આ રસોડાં એકમની આસપાસની શાળાઓને આવરી લેવાય છે. તે ઓટોમેટિક હોય છે અને તેથી રસોઈની પ્રક્રિયા દરમિયાન સ્વચ્છતાની ખાતરી આપે છે. બીજી  તરફ, એવા સ્થળો કે જ્યાં મુશ્કેલ ભૌગોલિક ભૂપૃષ્ઠ અને અયોગ્ય માર્ગ જોડાણ મોટાં આંતરમાળખાના નિર્માણને આધારભૂત ન હોય તો, વિકેન્દ્રીત રસોડાની ફૉર્મેટ જ એક આદર્શ ઉકેલ છે. આ રસોડાં Akshaya Patraની રસોડાં પ્રક્રિયા અને કામગીરીઓના નમૂનાના માર્ગદર્શન અને નિરીક્ષણ હેઠળ મહિલાઓના સ્વ-સહાય જૂથો (SHGs) દ્વારા સંચાલિત હોય છે. 

Akshaya Patra રસોડાઓમાં સિક્સ્થ સિગ્મા પ્રણાલિ અપનાવવામાં આવે છે

કેન્દ્રવર્તી એકમોમાં રસોઈ બનાવવાનું વહેલી સવારના શરૂ કરવામાં આવે છે. સંગઠન દ્વારા ચલાવવામાં આવતાં તમામ રસોડાઓ એક નિર્ધારિત મેનૂને અનુસરે છે. તમામ કેન્દ્રવર્તી રસોડાં મોટી ડેગ, ટ્રોલીઓ, ચોખા માટેની મોટી નળીઓ, દાળ/સાંભાર ટાંકીઓ, ચોપિંગ બોર્ડ, છરી-ચાકુઓ અને અન્ય કેટલાંક સમાન ઉપકરણોથી સજ્જ હોય છે જેને ઉપયોગ કરતાં પહેલાં સાફ કરી સંપૂર્ણ જંતુમુક્ત કરવામાં આવે છે. ઉત્તર ભારતીય રસોડાં ચોખા અને દાળ માટેની ડેગોથી સજ્જ કરવામાં આવે છે. ચોખાની દરેક ડેગ (મોટી કઢાઈ) ઓછામાં ઓછાં 500 લિટર્સની ક્ષમતા ધરાવે છે; અને દાળની પ્રત્યેક ડેગ 1,200થી 3,000 લિટર દાળ રાંધી શકાય તેટલી ક્ષમતા ધરાવે છે. કેમ કે, રોટલી ઉત્તર ભારતીય મેનુનો અભિન્ન ભાગ હોવાથી, રસોડાઓને રોટલી બનાવવાના મશીનથી સજ્જ રાખવામાં આવ્યાં છે, જે 6,000 કિલો ઘઉંના લોટમાંથી 2,00,000 સુધી રોટલી બનાવી શકવાની ક્ષમતા ધરાવે છે.

દક્ષિણ ભારતીય રસોડાઓને ચોખાની અને સાંભારની ડેગથી સજ્જ રાખવામાં આવી છે. ચોખાની દરેક ડેગ (મોટી કઢાઈ) ઓછામાં ઓછાં 500 લિટર્સની ક્ષમતા ધરાવે છે; અને સાંભારની પ્રત્યેક ડેગ 1,200થી 3,000 લિટર દાળ રાંધી શકાય તેટલી ક્ષમતા ધરાવે છે. તમામ વાસણો સ્ટેનલેસ સ્ટીલ 304 ફૂડ ગ્રેડ સામગ્રીના બનેલાં હોય છે.

કાચી સામગ્રીઓની પ્રાપ્તિ દરમિયાન ગુણવત્તાની ખાતરી

યોગ્ય અને શ્રેષ્ઠ કાચી સામગ્રીઓ પ્રાપ્ત કરવામાં આવે તેની ખાતરી કરવા માટે SQMS પ્રક્રિયા આપૂર્તિકારની પસંદગી, આપૂર્તિકારની  લાયકાત, આપૂર્તિકારનું દર-નિર્ધારણ વિગેરે જેવી પેટા-પ્રક્રિયાઓને આવરી લે છે. અમારી ગુણવત્તા નિયંત્રણ પ્રક્રિયા એ સુનિશ્ચિત કરે છે કે કાચી સામગ્રીઓને કાચી સામગ્રીઓની નિર્દિષ્ટ કરવામાં આવેલ લાક્ષણિકતાઓની બધી જ જરૂરિયાતોને પૂરી પાડવા માટે સંપૂર્ણ ગુણવત્તા ચકાસણી પછી જ સ્વીકારવામાં આવે, જે સામાન્યપણે હોય છે અન્ન સુરક્ષા ધોરણોના અધિનિયમ, 2006 (FSSA).

કાચી સામગ્રીનું સંગ્રહણ, સંચાલન, સાચવણી 

તાજા શાકભાજીને રોજ પ્રાપ્ત કરવામાં આવે છે. પ્રાપ્તિ પછી, શ્રેષ્ઠ ગુણવત્તા જાળવી રાખવા માટે શાકભાજીને અલગ-અલગ કરવામાં આવે છે. બધા જ શાકભાજીને પીવાલાયક પાણીથી ધોવામાં આવે છે અને કાપવા-સમારવાની પ્રક્રિયા પહેલાં સ્વચ્છ કરવામાં આવે છે. રાંધવા માટે તૈયાર શાકભાજીના તાજગીપણાને સાચવી રાખવા માટે તેનાં સંગ્રહણ માટે કોલ્ડ સ્ટોરેજનો ઉપયોગ કરવામાં આવે છે. ચોખા ફૂડ કૉર્પોરેશન ઑફ ઇંડિયા (એફસીઆઇ) દ્વારા પૂરાં પાડવામાં આવે છે. રાંધવાની પ્રક્રિયા પહેલાં, ચોખાને મશીન દ્વારા સાફ કરવામાં આવે છે અને સંપૂર્ણપણે ધોવામાં આવે છે. તમામ કાચી સામગ્રીઓ તાજી હોય તેની ખાતરી માટે, કાચી સામગ્રીને ઉત્પાદન માટે આપવામાં આવે તે પહેલાં તમામ રસોડાઓ FIFO (પ્રથમ અંદર પ્રથમ બહાર) અને FEFO (પ્રથમ અવધિપૂર્ણતા પ્રથમ બહાર) પદ્ધતિઓને અનુસરે છે. 

આમ કરીને, રસોડાઓ યોગ્ય રીતે કાચી સામગ્રીને ઓળખી શકે છે, તેનો સંગ્રહ કરી શકે છે અને યોગ્ય રીતે કાચી સામગ્રીને પ્રાપ્ત કરી શકે છે

રાંધતી વખતે ગુણવત્તા અને સલામતી

મધ્યાહ્ન ભોજન તૈયાર કરવા માટે Akshaya Patra ના તમામ રસોડાઓ એક ધોરણસરની પ્રક્રિયાને અનુસરે છે. આ પ્રક્રિયાને રાંધેલા ભોજનની સ્વચ્છતા અને ગુણવત્તાની ખાતરી માટે અને સાથે જ ખાદ્યાન્નોની સલામતીના ધોરણોના અનુસરણ માટે તૈયાર કરવામાં આવી છે. રસોઈ માટેના બધા જ ઉપકરણો જેમ કે ડેગો, ટ્રોલીઓ, ભાતની ઢળતી નળીઓ, અને સાંભાર/દાળની ટાંકીઓ, ચોપિંગ બોર્ડ, છરીઓ વિગેરેને રસોઈની પ્રક્રિયા શરૂ કરતાં પહેલાં વરાળનો ઉપયોગ કરી સ્વચ્છ કરવામાં આવે છે. રસોડામાં ઉપયોગમાં લેવાતાં વાસણો 304 ગ્રેડ સ્ટેનલેસ સ્ટીલના બનેલાં હોય છે અને તે રસોઈ બનાવવા અને ભોજનના સંચાલન માટે શ્રેષ્ઠ હોય છે.

વિકેન્દ્રીત રસોડા એકમોને રોટલી માટેના વાસણો, ચોખા અને દાળને રાંધવા માટેના વાસણો અને તૈયાર કરવામાં આવેલ મધ્યાહ્ન ભોજનને શાળાઓ સુધી પરિવહન કરવા માટેના વાસણો જેવાં રસોઈ માટેના જરૂરી ઉપકરણો દ્વારા સજ્જ કરવામાં આવે છે. સ્વચ્છતાના ધોરણોને પૂરાં કરવામાં આવે છે તેની ખાતરી માટે રસોડાના કર્મચારીઓને નિયમિત રીતે વ્યક્તિગત સ્વચ્છતા અને ભોજનની સલામતી અંગેની તાલીમ આપવામાં આવે છે.

તમામ રસોડાં ઉત્પાદનના સંચાલન અને નિરીક્ષણ માટે સુવ્યવસ્થિત તાલીમબદ્ધ રસોઇયા અને ઉત્પાદન નિરીક્ષકો ધરાવે છે. જટિલ નિયંત્રક બિન્દુઓ - (CCPs) જેમ કે રસોઈનું તાપમાન તપાસવામાં આવે છે અને ભોજનની સાચી ગુણવત્તાની ખાતરી માટે ચોક્ક્સ સમયાંતર અંતરાલમાં ચકાસવામાં અને નોંધવામાં આવે છે.

ભોજનની ગુણવત્તા જાળવવામાં આવે છે તેની ખાતરી માટે, દરેક રસોડામાં ગુણવત્તા અધિકારીઓ દ્વારા ગુણવત્તાની ચકાસણી કરવામાં આવે છે.

Food Packing and Transportationખોરાકનું પેકિંગ ને પરિવહન


રાંધેલો ખોરાક વરાલ દ્વારા સ્વચ્છ કરવામાં આવેલ વાસનોમાં બંધ કરવામાં આવે છે. અમે 304 ગ્રેડ સ્ટેનલેસ સ્ટીલના વાસણોમાં બંધ કરવામાં આવેલા ભોજનના વિતરણ માટે વિશિષ્ટ સંરચિત અને ખાસ તૈયાર કરાયેલા વાહનોનો ઉપયોગ કરીએ છીએ. લોડિંગ પ્રક્રિયા પહેલાં આ વાહનોને વરાળ દ્વારા સ્વચ્છ કરવામાં આવે છે. આ વાહનો પફ્ડ બૉડી ધરાવે છે જેથી તાપમાનના નુકસાનને ઘટાડી શકાય અને વાસણોને સીધાં પકડી રાખવા માટે અને બાળકોને પીરસવામાં આવે ત્યાં સુધી ભોજનની તાજગીને જાળવી રાખવા માટે જાળીદાર માળખાનો ઉપયોગ કરવામાં આવે છે.  

વિતરણ

રૂટ અનુકૂલન માટે સહાયક પરિવહન ચાર્ટિંગ, સલામતી અને સમયસર વિતરણ માટે વિતરણ વાહનોને ટ્રેક કરવા માટે જીપીઆરએસ જેવી પદ્ધતિઓ ધીમે-ધીમે સ્વીકારવામાં આવી રહી છે અને અને રસોડાઓમાં અમલી બનાવવામાં આવે છે.

વિતરણ પ્રક્રિયા પશ્ચાત

ભોજનની ગુણવત્તાને સતત જાળવી રાખવા માટે, અમે ભોજનનું વિતરણ કરતી વખતે દૈનિક ધોરણે શાળાઓ પાસેથી પ્રતિભાવ લઈએ છીએ. રસોડા ખાતે ગુણવત્તા અધિકારીઓ આ પ્રતિભાવોની સમીક્ષા કરે છે અને ભોજનની ગુણવત્તા અને વિતરણને સુધારવા માટે સુધારાત્મક કે યોગ્ય સુધાર પગલાંની પહેલ કે પ્રારંભ કરે છે.  અમે મધ્યાહ્ન ભોજનના વિતરણ વખતે નિયમિત ધોરણે શાળાઓને અન્ન સુરક્ષા અને સ્વચ્છતા પ્રત્યે સભાનતાને જાગૃત કરવા માટે ‘શું કરવું અને શું ન કરવું’ પત્રિકાઓની વહેંચણી કરીએ છીએ.

પ્રમુખ પ્રક્રિયાઓ અને પ્રણાલિઓ અને તેમની કાર્યદક્ષતાની દેખરેખ માટે અન્વેષણ અને સમીક્ષા કાર્યતંત્ર મહત્વની ભૂમિકા ભજવે છે. એટલા માટે, અમે શ્રેષ્ઠ ઉત્પાદન પ્રક્રિયાના (GMP) માસિક અન્વેષણ, અન્ન સુરક્ષા અને ગુણવત્તા પરના સરપ્રાઇઝ અન્વેષણ જેવી કેટલીક બાબતોને સંસ્થાગત કરી છે. ગુણવત્તા મેટ્રિક્સ કાર્યદેખાવની માસિક ધોરણે સમીક્ષા કરવામાં આવે છે. ગુણવત્તા કર્મચારીઓ દ્વારા દૈનિક પ્રતિભાવ સિવાય સમયાંતરે  વિગતવાર ગ્રાહક સંતોષ સર્વેક્ષણ અમે ભોજન વિતરણ વખતે લઈએ છીએ. પ્રમાણિત રસોડાઓમાં, લાયકાત ધરાવતાં અન્વેષકો દ્વારા વર્ષમાં બે વખત ISO 22000 અન્વેષણો હાથ ધરવામાં આવે છે જેને ગુણવત્તા અને FSMS પ્રબંધકો, અને અમારા પ્રમાણીકરણ  મંડળ  દ્વારા વર્ષમાં બે વખત દેખરેખ અન્વેષણ કરવામાં આવે છે. સંબંધિત અન્વેષણોમાંથી પ્રાપ્ત થતી બધી જ વિગતોની સમીક્ષા કરવામાં આવે છે અને ઉચિત સુધાર અથવા સુધારાત્મક પગલાં લેવામાં આવે છે. બધા જ પગલાઓની ત્યારબાદ અસરકારક અમલીકરણ સુધી દેખરેખ રાખવામાં આવે છે. 

સતત સુધારણા પદ્ધતિઓ 


અમે જે મધ્યાહ્ન ભોજન પુરું પાડીએ છીએ છે તેની ગુણવત્તાના સાતત્ય દ્વારા અમારી સેવાઓને વધુ સારી બનાવવા અને તેને જાળવી રાખવાનું અમારું લક્ષ્ય હોવાથી, તેમાં સતત સુધારણાની જરૂર છે. અમારે સતતપણે વિવિધ પ્રક્રિયાઓની કાર્યદક્ષતાને આધુનિક બનાવવાની જરૂર છે, જેથી સુધારાનું દરેક ચક્ર અમને ઉપલબ્ધતાના આગામી સ્તરે લઈ જઈ શકે. અમે સર્વગ્રાહી અભિગમ અપનાવ્યો છે અને ‘અક્ષયપ્રગતિ’ નામના એક કાર્યક્રમને ડિઝાઈન કર્યો છે. કાર્યક્ર્મના ભાગરૂપે અને કૈઝાન, સીઆઇ પરિયોજનાઓ અને સિક્સ્થ સિગ્મા પદ્ધતિઓ અપનાવી છે અને તેનો અમલ કર્યો છે જેથી દરેક સભ્યને આ પહેલની ખાતરી આપી શકાય અને તેનો ભાગ બનાવી શકાય.

તાલિમ એ સતત સુધારણા કાર્યક્રમનું અભિન્ન અંગ છે. નાણાકીય વર્ષ 2012-13માં 6,000 કરતાં વધુ માનવ કલાકો માટે બધા જ સ્થળો પર રસોડાના કર્મચારીઓની સભાનતા માટે  5એસ, લીન એંડ કેઝાન, અને ISO 22000  પર તાલીમના આયોજન કરવામાં આવ્યાં.  નાણાકીય વર્ષ 2013-14 માં સમાન વિષયો પર ગુણવત્તા વિભાગ દ્વારા 15,000 માનવ કલાકોની તાલીમ હાથ ધરવાનું આયોજન છે.

 

The Best Way to Make a Difference in the Lives of Others