કાર્યક્રમનું અમલીકરણ

કાર્યક્રમનું અમલીકરણ

મધ્યાહ્ન ભોજન કાર્યક્રમના અમલીકરણ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો હાથમાં હાથ મિલાવીને કામ કરે છે. કેન્દ્ર સરકાર યોજનાનો અમલ કરાવતી વખતે રાજ્ય સરકારોએ અનુસરવાની માર્ગદર્શિકાઓ જારી કરે છે. જો કે, એવાં કેટલાંક રાજ્યો છે જે કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાઓ કરતાં જુદી માર્ગદર્શિકાઓ જાહેર કરે છે. 

કાર્યક્રમની દેખરેખ, તેની અસરના મૂલ્યાંકન અને રાજ્ય તેમજ કેન્દ્ર સરકારને કાર્યનીતિ સંબંધી સલાહ-સૂચન કરવા માટે  રાષ્ટ્રીય સંચાલન સહ દેખરેખ સમિતિને સુયોજિત કરવામાં આવી છે. કાર્યક્રમ મંજૂરી બૉર્ડ દ્વારા સમિતિની વાર્ષિક કાર્યયોજના રજુ કરવાથી સબસિડીના સ્વરૂપે કેન્દ્રીય સહાય આપવામાં આવશે. 

કાર્યક્રમની દેખરેખ માટે રાજ્ય સ્તરે પણ  સંચાલન-સહ-દેખરેખ સમિતિઓને સુયોજિત કરવામાં આવી છે. આ જવાબદારી લેવા માટે એક મધ્યસ્થ વિભાગને અધિકૃત કરવામાં આવ્યો છે. મધ્યસ્થ વિભાગ દ્વારા અમલીકરણ વેચાણનું આયોજન કરવામાં આવ્યું છે અને કાર્યક્રમના અસરકારક અમલીકરણની દેખરેખ માટે પ્રત્યેક જીલ્લા અને બ્લૉક સ્તરે એક અધિકારીની નિમણુક કરવામાં આવી છે.   

જ્યાં પ્રાથમિક શિક્ષણ રાજ્યોને હસ્તક છે તેવાં સ્થળો પર પંચાયતો/શહેરી સ્થાનિક સંસ્થાઓને આ યોજનાના પ્રભારી બનાવાયા છે.

ભંડોળનો પ્રવાહ

ભારત સરકાર વતી રાજ્યોને ભંડોળ મંજૂર કરવા અને અનાજના પુરવઠાની આપૂર્તિ માટે (કેન્દ્રીય સહાય) માનવ સંસાધન વિકાસ મંત્રાલય મધ્યસ્થ એજન્સી છે. 

અનાજનો પ્રવાહ

છબીઓનો સ્ત્રોત: આયોજન પંચ, ભારત સરકાર

The Best Way to Make a Difference in the Lives of Others