Akshaya Patra ફાઉન્ડેશને જૂન, 2000થી બેંગ્લોર, કર્ણાટકમાં 5 સરકારી શાળાઓમાં 1,500 બાળકોને વિનામૂલ્યે મધ્યાહ્ન ભોજન પુરું પાડીને મધ્યાહ્ન ભોજન કાર્યક્રમની શરૂઆત કરી હતી. છેલ્લાં 13 વર્ષોથી, ભારત સરકાર સહિત વિવિધ રાજ્ય સરકારો અને સહયોગી સંગઠનો દ્વારા મળી રહેલાં સતત સહકારથી કાર્યક્રમને કુદકેને ભૂસકે આગળ વધવાનું જોમ પ્રાપ્ત થયું છે. આજે, આ સંગઠન 10,050 સરકારી તેમજ સરકારી સહાય-પ્રાપ્ત કરતી શાળાઓમાં 1.3 લાખ શાળા બાળકોને વિના મૂલ્યે મધ્યાહ્ન ભોજન જમાડે છે. ફાઉન્ડેશન હાલમાં ભારતમાં 9 રાજ્યોના 20 સ્થળો પર તેની હાજરી ધરાવે છે. Akshaya Patra ફાઉન્ડેશનને બિન સરકારી સંગઠન દ્વારા ચલાવવામાં આવતાં વિશ્વના સૌથી મોટાં મધ્યાહ્ન ભોજન કાર્યક્ર્મ (સ્ત્રોત) તરીકેની પદવી આપવામાં આવી છે.
મધ્યાહ્ન ભોજન કાર્યક્રમના અમલીકરણમાં Akshaya Patra ની ભૂમિકા શાળાઓમાં માત્ર બપોરનું ભોજન પુરું પાડવા કરતાં કંઈક વિશેષ છે. સંગઠન, આ કાર્યક્રમના માધ્યમથી, સહસ્ત્રાબ્દીના બે સૌથી મોટાં જટિલ લક્ષ્યો હાંસલ કરવાનો ધ્યેય રાખે છે: ભૂખને દૂર કરવી અને પ્રાથમિક શિક્ષણનું સાર્વત્રિકીકરણ.
નફા-માટે-નહીં તેવું સંગઠન તેનાં દૃષ્ટિકોણ ‘“ભારતમાં એક પણ બાળક ભૂખના કારણે શિક્ષણથી વંચિત ન રહેવું જોઇએ" માટે કાર્ય કરી રહ્યું છે. આ દૃષ્ટિકોણને હાંસલ કરવા માટે, Akshaya Patra ‘શિક્ષણ માટે મર્યાદિત ભોજન’ પુરું પાડે છે. આ તંદુરસ્ત ભોજન ઘણી વખત, તેમના માટે આખા દિવસના પોષણનો એકમાત્ર સ્ત્રોત હોય છે. તેથી, એ ખાતરી કરવા માટે કે દરેક બાળક આ એક ભોજન દ્વારા લાભાન્વિત થઈ રહ્યું છે, Akshaya Patra પોષણક્ષમ આહાર તૈયાર કરે છે જે સ્થાનિક સ્વાદને પણ અનુકૂળ હોય. ઉદાહરણ તરીકે, ભારતના ઉત્તરી ભાગમાં રસોડાં રોટલી પીરસે છે જ્યારે દક્ષિણ ભાગમાં ભાત પીરસવામાં આવે છે.
ફાઉન્ડેશન તેની કામગીરીઓ બે ભિન્ન રસોડાં મૉડેલ વડે ચલાવે છે – કેન્દ્રીકૃત અને વિકેન્દ્રીકૃત.
કેન્દ્રીકૃત રસોડાં મોટાં ફેક્ટરી-જેવાં રસોડાના એકમો છે જે વિશિષ્ટ રીતે રોજના 1,00,000 ભોજનો તૈયાર કરવાની ક્ષમતા ધરાવે છે. દરેક રસોડું એકમની આસપાસ સ્થિત શાળાઓના સંપૂટને ભોજન પુરું પાડે છે. આ એકમો સેમી-ઑટોમેટેડ છે અને તેથી રસોઈ પ્રક્રિયા દરમિયાન સ્વચ્છતાને સુનિશ્ચિત કરે છે. કેન્દ્રીકૃત રસોડાઓમાં ઉપયોગમાં લેવાતી તકનીકી અને પ્રક્રિયા હાર્વર્ડ જેવી વિખ્યાત યુનિવર્સિટી સહિત અન્યના અભ્યાસક્રમમાં સંશોધન અને અભ્યાસનો વિષય બન્યો છે (સ્ત્રોત).
એવાં સ્થળો કે જ્યાં મુશ્કેલ ભૌગોલિક ભૂપૃષ્ઠો અને અયોગ્ય માર્ગ જોડાણો મોટાં આંતરમાળખાઓના નિર્માણમાં આધારભૂત નથી ત્યાં, વિકેન્દ્રીકૃત રસોડાના મૉડેલ એક આદર્શ સુયોજન છે. વિકેન્દ્રીકૃત રસોઈ એકમો Akshaya Patraની રસોડાં પ્રક્રિયા અને કામગીરીના મૉડ્યુલના માર્ગદર્શન અને નિરીક્ષણ હેઠળ મહિલા સ્વ-સહાય જૂથો (SHGs) દ્વારા ચલાવવામાં આવે છે
બાળ સ્વાસ્થ્ય વૃત્તખંડમાં વિવિધ પ્રતિષ્ઠિત સંગઠનો દ્વારા હાથ ધરવામાં આવેલ સર્વેક્ષણો મુજબ, આપણાં દેશની 40 ટકા વસતિ 18 વર્ષથી નીચેની વય ધરાવે છે. તેમાંથી, 50 ટકા કરતાં ઓછાં શાળાએ જાય છે. આર્થિક અને સામાજિક સંજોગો આ બાળકોને શિક્ષણના બદલે દિવસમાં એક ટંક ખોરાક માટે હલકી કક્ષાની નોકરીઓ પસંદ કરવા મજબૂર કરે છે. સંશોધન એ પણ દર્શાવે છે કે પ્રવર્તમાન ભૂખ અને કુપોષણભરી સ્થિતિના કારણે સાર્વત્રિક શિક્ષણ પાછળ રહી ગયું છે. આ બે પરિબળો શાળા નામાંકનોને ઘટાડે છે, કાર્યદેખાવના સ્તરોમાં અવરોધ ઊભાં કરે છે અને ખાસકરીને છોકરીઓમાં, શાળા છોડી જવાના દરમાં વધારો કરે છે. ભૂખ, વિશેષરૂપે વર્ગખંડમાં ભૂખ બાળકના કાર્યદેખાવને, તેઓ શાળામાં હાજરી આપતાં હોવા છતાં પણ ઘટાડે છે. આ સમયબિંદુ પર, બાળ શિક્ષણમાં બિન-સરકારી સંગઠનની ભૂમિકા ઉપરાંત, મધ્યાહ્ન ભોજન યોજના આ બાળકોને શાળા સુધી લઈ આવવા માટે એક મહાકાય પ્રોત્સાહન તરીકે કાર્ય કરે છે. તે તેમને કામ કરતાં રોકે છે અને તેના બદલે તેમને
અભ્યાસ કરવા અને શિક્ષિત બનવા માટે પ્રોત્સાહિત કરે છે. આ રીતે આ કાર્યક્રમ પ્રાથમિક શિક્ષણના સાર્વત્રિકરણમાં પણ મદદરૂપ થાય છે.
જ્યારે ગુણવત્તાની વાત આવે છે ત્યારે, Akshaya Patra ફાઉન્ડેશન ખાતે અમે, કોઇ સમાધાન કરતાં નથી. સ્વચ્છતા અને સફાઈ Akshaya Patra ના દરેક રસોડામાં સૌથી વધુ મહત્વ ધરાવતી બાબત છે, પછી તે કેન્દ્રીકૃત હોય કે વિકેન્દ્રીકૃત સુયોજન. આ નફા-માટે-નહીં એકમના કાર્યને )મધ્યાહ્ન ભોજન કાર્યક્રમ માટેની રાષ્ટ્રીય સંચાલન અને દેખરેખ સમિતી (NSMC) દ્વારા સન્માનિત કરવામાં આવ્યું છે.
આ જાહેર-ખાનગી ભાગીદારીની સફળતાની વિસ્તૃતપણે પ્રશંસા કરવામાં આવે છે અને તેને દત્તક લાયક નમૂનારૂપી ભાગીદારી તરીકે ગણવામાં આવે છે. ફાઉન્ડેશનને, ધ ગ્લોબલ જર્નલ દ્વારા, વિશ્વની 100 બિન-સરકારી સંસ્થાઓમાં 23મો ક્ર્માંક આપીને વૈશ્વિક સન્માન પણ પ્રાપ્ત થયું છે