Akshaya Patra ફાઉન્ડેશન નો ઇતિહાસ

અમારા ફાઉન્ડેશનનો ઇતિહાસ આરંભાય છે કરુણાની એક કહાણી સાથે -

કોલકાતા નજીકના એક ગામ માયાપુરમાં એક દિવસ, બારીની બહાર જોઈ રહેલા પરમ કૃપાળુ એ. સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદે બાળકોના એક જૂથને એંઠવાડ માટે શેરીના કૂતરાંઓ સાથે લડતા જોયું. આ સાદી, પરંતુ હૃદયદ્રાવક ઘટનામાંથી એક પ્રતિજ્ઞાનો જન્મ થયો હતો: અમારા કેન્દ્રની આસપાસના 10 માઇલની ત્રિજ્યામાં કોઈ પણ બાળક ભૂખ્યું ન જવું જોઈએ.

તેમની પ્રેરણાત્મક પ્રતિજ્ઞાએ અમને ધ Akshaya Patra ફાઉન્ડેશન ની સ્થાપના કરવામાં મદદ કરી, જે આજે કાર્યરત છે.

Akshaya Patra ફાઉન્ડેશન એ જૂન 2000માં કર્ણાટકના બેંગ્લોરમાં મધ્યાહ્ન ભોજન કાર્યક્રમ શરૂ કર્યો હતો. સંસ્થા માટે આ કાર્યક્રમનો અમલ કરવાના પ્રારંભિક દિવસો આસાન ન હતા પરંતુ ટૂંક જ સમયમાં મોહનદાસ પાઇનો મદદ કરતો હાથ મળ્યો, જેમણે ભોજનને શાળાઓ સુધી પહોંચાડવા માટે પ્રથમ વાહન દાન કરવાની પહેલ કરી અને અભય જૈને કાર્યક્રમના વધુ વિસ્તરણ માટે વધુ દાતાઓ મેળવવાનું  વચન આપ્યું.

આ મહાન અભિલાષાને પૂર્ણ કરવા, કાર્યક્રમે આ લક્ષ્ય અપનાવ્યું કે– “ભારતમાં કોઈ બાળક ભૂખમરાના કારણે શિક્ષણથી વંચિત નહીં રહે.

બેંગલોરમાં પાંચ સરકારી શાળાઓમાં 1500 બાળકોને મધ્યાહ્ન ભોજન પીરસવાની સાથે આ નાનકડી પહેલનો પ્રારંભ થયો.

આજે ભારત સરકાર અને વિવિધ રાજ્ય સરકારો સાથે ભાગીદારીમાં તેમજ અનેક દાતાઓની ઉદારતાની મદદથી સંસ્થા વિશ્વનો એક સૌથી મોટો મધ્યાહ્ન ભોજન કાર્યક્રમ ચલાવે છે. જાહેર-ખાનગી ભાગીદારી પર નિર્માણ પામેલી Akshaya Patra  પોષક અને આરોગ્યપ્રદ મધ્યાહ્ન ભોજન આપવા માટે સારા વ્યવસ્થાપન, નવીન ટેકનોલોજી અને સ્માર્ટ એન્જિનિયરિંગનો સમન્વય કરે છે.

સંસ્થા દરરોજ ભારતના 12 રાજ્યોમાં 33 સ્થળોએ 13,839 સરકારી શાળાઓમાં 16 લાખ વંચિત બાળકોને તાજું રાંધેલું, તંદુરસ્ત ભોજન વિતરણ કરે છે.

 

The Best Way to Make a Difference in the Lives of Others