Akshaya Patra ખાતેની વહીવટની ફિલસૂફીમાં કાયદા, નિયમનો અને સારી પ્રણાલિનો સમાવેશ થાય છે જે સંસ્થાને કાર્યક્ષમ અને નૈતિકતાપૂર્વક કામ કરવા અને તેના તમામ હિતધારકો માટે મૂલ્ય સર્જન કરવા સમર્થ બનાવે છે.
Akshaya Patra ફાઉન્ડેશન ખાતે, અમે તે માન્યતાને વરેલા છીએ કે, શ્રેષ્ઠ વહીવટી કાર્યપ્રણાલિઓ અમને લાંબી મજલ કાપવામાં મદદ કરશે. અમારામાં વિશ્વ કક્ષાની બિનનફા સંસ્થા બનવાની મહેચ્છા ઉપરાંત વૈશ્વિક કક્ષાના વહીવટી માળખાનું પાલન કરવાની ભાવના છે.
અમારી વહીવટી રીતભાતો, અમારી મૂલ્ય પ્રણાલિમાં ઊંડે સુધી પ્રસ્થાપિત થયેલી ટ્રસ્ટીશીપની સંસ્કૃતિનું પ્રતિબિંબ પૂરું પાડે છે. મુખ્ય ફિલસૂફી 4 મૂળભૂત સિદ્ધાંતો પર આધારિત છે:
આ ફિલસૂફીને અનુરૂપ થઈને, Akshaya Patra ફાઉન્ડેશન શ્રેષ્ઠ વહીવટી પ્રણાલિઓના સ્વીકાર મારફતે ઉત્કૃષ્ટતા મેળવવા સતત કાર્યરત છે.
સફળ જાહેર-ખાનગી ભાગીદારી
આ કાર્યક્રમ કેન્દ્ર સરકાર અને વિવિધ રાજ્ય સરકારો સાથે ભાગીદારીમાં હાથ ધરવામાં આવે છે. મધ્યાહ્ન ભોજન યોજના સફળતાપૂર્વક ચલાવવા માટે અનાજ અને રોકડ આર્થક સહાય પૂરી પાડીને તેઓ અમને સહાય કરે છે. આ ઉપરાંત ઉદ્યોગગૃહો અને વ્યક્તિગત દાતાઓ પણ તેમનો ઉદાર સહયોગ આપે છે.